વચનામૃતના પાત્રો , સંશોધક : કીર્તિ પી. ધોળકિયા , પ્રકાશક : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ , રાજકોટ , ૨૦૧૮ , કિંમત રૂપિયા ૧૨૦ પૃષ્ઠ ૯૦૨. ગઢડા પ્રથમના પ્રથમ વચનામૃતને ૨૦૧૯ માં ૨૦૦ વર્ષ થતાં હોઈ આ અધ્યયન પ્રકાશિત કરાયું છે. તેના પ્રથમ વિભાગ અંતર્ગત વચનામૃતના ૧૦૯ સાંપ્રદાયિક સંતો ભક્તો અને બીજા ભાગ અંતર્ગત ૧૩૮ પૌરાણિક પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો છે. વ્યવસાયે ગ્રંથપાલ અને આશ્રિત એવા કિર્તીભાઇએ વર્ષોની મહેનતના અંતે આ સંદર્ભ ગ્રંથ તૈયાર કર્યો છે તેને અભિનંદન સહ આવકાર.