ENGLISH MAGAZINE : sahajANAND

sahajANANDને ધ્યાનથી નિરખતા પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી

વડતાલ સંસ્થાનનું ત્રિમાસિક અંગ્રેજી સામયિક SahajANAND નું વસંત પંચમીએ પ્રાગટ્ય…..!!
——————પૂ.આચાર્ય મહારાજશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો.!
————————————–
( વિદેશમાં વસતા સત્સંગીઓને વડતાલની ધાર્મિક પ્રવૃત્તિઓ
અંગેની માહિતીઓ ઘર બેઠા ઉપલબ્ધ બને તેવા શુભ
ઉદેશથી વડતાલ સંસ્થાન દ્વારા અંગ્રેજી ભાષામાં એક
ત્રિમાસિક સામયિક પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો હતો જે
આખરે વસંત પંચમીએ સિધ્ધ થયો છેઃ )
—————–આ Angreji Magazine નું નામ છેઃ
॥ SahajANAND ॥ વૈવિધ્ય સાહિત્યથી નીતરતાં આ સામયિકના અધ્યયનથી આપને એના નામકરણ પ્રમાણે સહજ એટલે સ્વાભાવિક આનંદ મળી રહેશે..!! વિદેશોમાં વસતા
NRI બિનનિવાસી ગુજરાતીઓ ઉપરાંત અંગ્રેજી ભાષીઓ
માટે ધાર્મિક સાહિત્યસભર આવું Magazine પ્રકાશિત થાય
તેવી પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલના વિદ્વાન સંત ડૉ.સંતવલ્લભદાસજીની પ્રબળ
ઇચ્છા હતી આખરે ” જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત “
એમ જ્ઞાની પુરુષ ગણાતા અને ધાર્મિક સાહિત્યિક પ્રવૃત્તિઓથી
વ્યસ્ત એવા પાર્ષદવર્ય પૂજ્ય લાલજી ભગતનો સહયોગ
સાંપડ્યો પછી કહેવાનું જ શું રહે..!! અને એમાં ય વળી
જાણીતા લેખક પ્રો.હરેન્દ્ર ભટ્ટ તથા યુવા વિદ્વાન સંત શાસ્ત્રી પૂજ્ય પૂર્ણવલ્લભ સ્વામીનો સાથ મળ્યો એટલે કાર્ય
પરિપૂર્ણ થયું..!! આ Angreji Magazine ના લેખન સંકલન
અને સંપાદન કાર્ય પાછળ પૂજ્ય લાલજી ભગતે અથાક
પરિશ્રમ પાથરેલો હોય તેમ તેનું અવલોકન કરતાં જણાય
આવે છેઃ આમ તો લાલજી ભગત વિશે વિશેષ કશું કહેવું
નથી પણ તેઓ શ્વેત વસ્ત્રે પણ ભગવાધારી સાહિત્યજ્ઞાની
સંત છે..!! ગુરુ પૂજ્ય કાનજી ભગતની જેમ ધાર્મિક સાહિત્ય પ્રવૃત્તિઓમાં એમની નિસ્વાર્થ નિષ્ઠાપૂર્વકની સેવા છે એટલે
આ નૂતન સામયિક SahajANAND સહુ વાંચકવૃંદને
સહજ આનંદ આપી રહેશે એવી અપેક્ષા સંપાદક મંડળ
રાખે એ પણ એટલું જ સહજ છેઃ અસ્તુ
____________॥@ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર Vadtal
Centre Anand ( Reco.by Govt.of Gujarat )