GOPAL BHAGAT

ઋષિકેશ શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે રહેતા ૩૦ વર્ષીય પાર્ષદ ગોપાલ ભગતજીએ પ્રત્યેક વચનામૃતના સારરૂપ એક કીર્તન હિન્દીમાં બનાવી હાલ તેનું રેકોર્ડીંગ કરાવી રહ્યા છે. આમ કરી તેઓ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ ઉજવશે. સંપ્રદાયના ગ્રંથોનું હિન્દી અને અંગ્રેજી કરાવવાની કામગીરી પણ તેઓ વ્યક્તિગત રીતે કરી રહ્યા છે. કૈંક કરી છૂટવાની તમન્ના એમના પ્રત્યેક વિચારમાં વ્યક્ત થાય છે. ૨૭ ઑગસ્ટ, ૨૦૧૮ ના રોજ ગંગા કિનારે સ્વામિનારાયણ આશ્રમમાં ચારેક કલાક એમની સાથે ગાળ્યા તે સમયની કેટલીક તસવીરો.