Vadtaldham Hindi Magazine

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ ગાદી દ્વારા આજે 31 માર્ચ, 2018 શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે અને કાર્તિકી સમૈયાના અંતિમ દિવસે હિન્દી ત્રિમાસિક શ્રી સ્વામિનારાયણ સંદેશનું વિમોચન પ.પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી ના વરદ હસ્તે થયું, જેમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ત્રિમાસિકની પ્રથમ નકલમાં પૂ. મહારાજશ્રીના હસ્તાક્ષર પણ પ્રાપ્ત થયા. પૂ. મહારાજશ્રીએ એમના આશીર્વચનમાં સુનિલભાઈ અડેસરા અને મારી સંપ્રદાય વિષયક પ્રવૃત્તિઓનો વિગતે ઉલ્લેખ કરી અંતરના આશિષ આપ્યા. આ સાથે વડતાલ મંદિરથી પ્રકાશિત થતા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સામયિકમાં સહાયભૂત થવાની તક મળી તે માટે શ્રી હરિકૃષ્ણ મહારાજશ્રીના ચરણોમાં વંદન કર્યા