Category Archives: Birthday

GOPAL BHAGAT

ઋષિકેશ શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે રહેતા ૩૦ વર્ષીય પાર્ષદ ગોપાલ ભગતજીએ પ્રત્યેક વચનામૃતના સારરૂપ એક કીર્તન હિન્દીમાં બનાવી હાલ તેનું રેકોર્ડીંગ કરાવી રહ્યા છે. આમ કરી તેઓ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ ઉજવશે. સંપ્રદાયના ગ્રંથોનું હિન્દી અને અંગ્રેજી કરાવવાની કામગીરી પણ તેઓ વ્યક્તિગત રીતે કરી રહ્યા છે. કૈંક કરી છૂટવાની તમન્ના એમના પ્રત્યેક વિચારમાં વ્યક્ત થાય છે. ૨૭ ઑગસ્ટ, ૨૦૧૮ ના રોજ ગંગા કિનારે સ્વામિનારાયણ આશ્રમમાં ચારેક કલાક એમની સાથે ગાળ્યા તે સમયની કેટલીક તસવીરો.

ENGLISH MAGAZINE : sahajANAND

sahajANANDને ધ્યાનથી નિરખતા પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી

વડતાલ સંસ્થાનનું ત્રિમાસિક અંગ્રેજી સામયિક SahajANAND નું વસંત પંચમીએ પ્રાગટ્ય…..!!
——————પૂ.આચાર્ય મહારાજશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો.!
————————————–
( વિદેશમાં વસતા સત્સંગીઓને વડતાલની ધાર્મિક પ્રવૃત્તિઓ
અંગેની માહિતીઓ ઘર બેઠા ઉપલબ્ધ બને તેવા શુભ
ઉદેશથી વડતાલ સંસ્થાન દ્વારા અંગ્રેજી ભાષામાં એક
ત્રિમાસિક સામયિક પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો હતો જે
આખરે વસંત પંચમીએ સિધ્ધ થયો છેઃ )
—————–આ Angreji Magazine નું નામ છેઃ
॥ SahajANAND ॥ વૈવિધ્ય સાહિત્યથી નીતરતાં આ સામયિકના અધ્યયનથી આપને એના નામકરણ પ્રમાણે સહજ એટલે સ્વાભાવિક આનંદ મળી રહેશે..!! વિદેશોમાં વસતા
NRI બિનનિવાસી ગુજરાતીઓ ઉપરાંત અંગ્રેજી ભાષીઓ
માટે ધાર્મિક સાહિત્યસભર આવું Magazine પ્રકાશિત થાય
તેવી પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલના વિદ્વાન સંત ડૉ.સંતવલ્લભદાસજીની પ્રબળ
ઇચ્છા હતી આખરે ” જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત “
એમ જ્ઞાની પુરુષ ગણાતા અને ધાર્મિક સાહિત્યિક પ્રવૃત્તિઓથી
વ્યસ્ત એવા પાર્ષદવર્ય પૂજ્ય લાલજી ભગતનો સહયોગ
સાંપડ્યો પછી કહેવાનું જ શું રહે..!! અને એમાં ય વળી
જાણીતા લેખક પ્રો.હરેન્દ્ર ભટ્ટ તથા યુવા વિદ્વાન સંત શાસ્ત્રી પૂજ્ય પૂર્ણવલ્લભ સ્વામીનો સાથ મળ્યો એટલે કાર્ય
પરિપૂર્ણ થયું..!! આ Angreji Magazine ના લેખન સંકલન
અને સંપાદન કાર્ય પાછળ પૂજ્ય લાલજી ભગતે અથાક
પરિશ્રમ પાથરેલો હોય તેમ તેનું અવલોકન કરતાં જણાય
આવે છેઃ આમ તો લાલજી ભગત વિશે વિશેષ કશું કહેવું
નથી પણ તેઓ શ્વેત વસ્ત્રે પણ ભગવાધારી સાહિત્યજ્ઞાની
સંત છે..!! ગુરુ પૂજ્ય કાનજી ભગતની જેમ ધાર્મિક સાહિત્ય પ્રવૃત્તિઓમાં એમની નિસ્વાર્થ નિષ્ઠાપૂર્વકની સેવા છે એટલે
આ નૂતન સામયિક SahajANAND સહુ વાંચકવૃંદને
સહજ આનંદ આપી રહેશે એવી અપેક્ષા સંપાદક મંડળ
રાખે એ પણ એટલું જ સહજ છેઃ અસ્તુ
____________॥@ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર Vadtal
Centre Anand ( Reco.by Govt.of Gujarat )

MY PRESENTATION

સિનિયર સિટીઝન આણંદની 17/12/2017 ની સભા માં મારુ શિક્ષાપત્રી માં વ્યકત ધર્મભાવના અંગે પ્રવચન યોજાયું. આ પ્રસંગે ના અધ્યક્ષ બંધારણ શાસ્ત્રી પ્રિન્સિપાલ સી.કે. ભટ્ટ સાહેબે ખૂબ ભાવ પૂર્વક આશિ આપી ભેટ આપી હતી. સંસ્થા ના પ્રમુખ બળવંત ભાઈ દવે અને સી.કે. ભટ્ટ સાહેબે સાલ ઓઢાડી હરેન્દ્ર ભટ્ટ નું સન્માન કરેલું. શ્રી મતી વિમળાબેન કનુંભાઈ પટેલ આ પ્રસંગ ના ભોજન દાતા હતા. શ્રી હર્ષદભાઈ શાહે કાર્ય ક્રમ નું સંચાલન કરેલ જ્યારે ડો. શરદ ભાઈ પટેલે આભાર વિધી કરેલી.

THUS THEY INTRODUCED ME

વડતાલ ખાતે પ્રતિમાસના પ્રથમ રવિવારે ભરાતી રવિ સભામાં મારા લેખન કાર્ય વિશે પૂ. શ્યામ સ્વામીએ બે સારા શબ્દો કહ્યા તે આભાર સાથે આપ સૌ માટે, તા. 17 જુલાઈ, 2017

PUBLICATION

શ્રી હરિ સંદર્ભ વિમોચન

સલવાવ વાપીના પૂ. કપિલ સ્વામી મારા પુસ્તક ‘ શ્રી હરિ સંદર્ભ’નું વિમોચન કરી રહ્યા છે.

SHREE HARI BHAGTI-RAJA RAJWADA SANDARBH

Vadtaldham Hindi Magazine

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ ગાદી દ્વારા આજે 31 માર્ચ, 2018 શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે અને કાર્તિકી સમૈયાના અંતિમ દિવસે હિન્દી ત્રિમાસિક શ્રી સ્વામિનારાયણ સંદેશનું વિમોચન પ.પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી ના વરદ હસ્તે થયું, જેમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ત્રિમાસિકની પ્રથમ નકલમાં પૂ. મહારાજશ્રીના હસ્તાક્ષર પણ પ્રાપ્ત થયા. પૂ. મહારાજશ્રીએ એમના આશીર્વચનમાં સુનિલભાઈ અડેસરા અને મારી સંપ્રદાય વિષયક પ્રવૃત્તિઓનો વિગતે ઉલ્લેખ કરી અંતરના આશિષ આપ્યા. આ સાથે વડતાલ મંદિરથી પ્રકાશિત થતા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સામયિકમાં સહાયભૂત થવાની તક મળી તે માટે શ્રી હરિકૃષ્ણ મહારાજશ્રીના ચરણોમાં વંદન કર્યા

DR. Maganbhai Patel

પેટલાદ બોરિયાના વતની, સ. પ. યુનિ.ના નિવૃત્ત અધ્યાપક, હાલ અમેરિકાસ્થિત ડો. મગનભાઈ ર. પટેલ નિવૃત્ત જીવનમાં પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની અનુવૃત્તિમાં સ્વામિનારાયણ સંપ્રદાય અંગે વિવિધ પુસ્તકો લખી રહ્યા છે. ઈન્ટરનેશનલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાન ઓફ વડતાલ દ્વારા એમના મનોમંથન , સુબોધકથાસર , સૈદ્ધાંતિક વિચાર રત્નો , શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેરણાદાયી લેખો , જીવન ઘડતરલક્ષી ચિંતન , શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસમાં નારી રત્નોનું સમર્પણ , માનવ જીવનમાં સત્સંગનો મહિમા અને માનવ જીવનની ત્રણ અવસ્થાનું ચિંતન પુસ્તકો પ્રકાશિત થયા છે. નાર ગોકુલધામના ઉત્સવમાં આજે 5 ફેબ્રુઆરી, 2018ના રોજ મિત્ર વિઠ્ઠલભાઇ એફ. પટેલ દ્વારા એમનો પરિચય થયો. ત્યારની તસ્વીર

Coffee table book Vadtaldham

On 20th December, 2018 Acharya Shree Rakeshprasadji Maharajshree of Shree Swaminarayan Sampraday Vadtal diocese published a coffee table book Vadtaldhaam by Sunil Adesara . Noted photographers like Suresh Parekh, N. Bhati, Vivek Desai , script writers Harendra P. Bhatt and Maulik Bhatt, book designer Mitul Thakar along with a strong audience of 30000 devotees wholeheartedly welcomed the event. Acharya here Rakeshprasadji Maharajshree, Lalji Maharajshree, Suresh bhai Parekh , Vivek bhai Desai and Harendra Bhatt spoke about the photographic qualities of Sunil Adesara and applauded his effort. Selected 300 odd pics from around one lac pics shot by Sunilbhai since 1984 display the yearly activities and devotion in exquisite splendour . Sponsored by Arvindbhai Dungarani of Shreeji Arts Ahmedabad , the book becomes the first of its kind in the Swaminarayan Sampraday.